JEE અને NEETની પરીક્ષા મુદ્દે અરવલ્લીના લોકોની પ્રતિક્રિયા - NEET પર પ્રતિસાદ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: આગામી માસમાં મેડિકલ અને ઇજનેરીમાં અભ્યાસ માટે કેન્દ્ર કક્ષાએ લેવામાં આવતી JEE અને NEETની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની મહામારીમાં લાખો વિદ્યાર્થીઓનું ભાવી નક્કી કરતી આ પરીક્ષાઓ યોજાવાની છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિનું નિમાર્ણ થયું છે. આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના નાગરીકોનો ETV ભારતે અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો.