કમલેશ તિવારી હત્યાકાંડઃ ETV ભારતની આરોપી રશીદના પિતા સાથેની વાતચીત...જૂઓ, વીડિયો... - કમલેશ તિવારી હત્યાનું ગુજરાત કનેક્શન
🎬 Watch Now: Feature Video
સુરત: કમલેશ તિવારી હત્યાકાંડમાં સુરતથી મુખ્ય સૂત્રધાર રસીદ સહિત તેના ભાઈની પોલીસે ધરપકડ કરી છે. આ હત્યાકાંડમાં સુરતમાં રહેતા પઠાણ પરિવારના ત્રણ પુત્રોનું નામ સામે આવ્યું છે. ત્રણેય આરોપ એ યોજના બનાવી કમલેશ તિવારીની હત્યા કરી હતી. જે અંગે સુરતમાં રહેતા રશીદના પિતા ખુરશીદ પઠાણે ETV BHARAT સાથે વાતચીત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે રશીદ બે મહિના અગાઉ દુબઈથી સુરત આવ્યો હતો. રશીદ પરિવારમાં નાનો પુત્ર છે જેની ઉંમર 22 વર્ષ છે. તેનાથી મોટો શાહિદ પઠાણ છે અને સૌથી મોટો પુત્ર ફરીદ છે. તેઓએ પોતાના ત્રણે પુત્ર ઉપર લાગેલા હત્યાના આરોપોને વખોડી કાઢયા હતાં. તેમણે જણાવ્યું હતું કે તેમના મોટા પુત્ર ફરીદ જે હાલ ફરાર છે તે પોતાના એક મિત્ર સાથે તે દિવસે ચંડીગઢ રવાના થયા હતાં. જેમને સુરત રેલ્વે સ્ટેશન છોડવા માટે રશીદ ગયો હતો. રશીદ અને શાહિદ સાથે ફેઝાન શેખની પણ સુરતથી ધરપકડ કરાઈ છે. ફરાર આરોપી ફરાદ પોરબંદરમાં મદરેસામાં ઈસ્લામિક અભ્યાસ કરે છે. આ કેસમાં ફરીદનો મિત્ર અસફાખ પણ આરોપી છે. જે હાલ ફરાર છે. અસફાખ અમદાવાદથી સુરત આવ્યો હતો. ATS બન્નેની શોધમાં છે.