રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ, ગંદકીથી લોકો ત્રસ્ત - Rajpipla news
🎬 Watch Now: Feature Video
રાજપીપળાઃ રાજપીપળા પાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા 8 દિવસથી હડતાળ પર છે. સફાઈ કર્મચારીઓ અનિયમિત પગાર સહિત કાયમી કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે એક બાજુ આ હડતાળના કારણે શહેરમાં અપાર ગંદકીથી લોકો ત્રસ્ત થયા છે. આ હડતાળનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. દિવસેને દિવસે સફાઈ કર્મીઓ પોતાની માગ મુદે વધુ મક્કમ બની પોતાનું આંદોલન ઉગ્ર કરી રહ્યા છે. એ જોતાં એવું લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં રાજપીપળા શહેરની સ્થિતિ વધુ બગડશે. જોકે અત્યાર સુધી પાલિકા સત્તાધારી પક્ષના કોઈ પણ સભ્યએ આ હડતાળ સમેટાય એવા પ્રયાસો કરવામાં આવ્યા નથી.