રાજકોટ મનપા દ્વારા વિવિધ વોર્ડમાં ફોગિંગની કાર્યવાહી શરૂ કરાઇ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા આજથી વિવિધ વોર્ડમાં મચ્છરોના ત્રાસને લઈને ફોગિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે દરરોજ ત્રણ-ત્રણ વોર્ડમાં તમામ ઘર અને સોસાયટીમાં ફોગિંગ કરવામાં આવશે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે પણ શહેરીજનોને મોટી સંખ્યામાં ફોગિંગનો લાભ લેવા અને ફોગિંગની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી છે.