પાકવીમાં મુદ્દે ભારતીય કિસાન સંઘનું હાર્દિક પટેલના આંદોલનને સમર્થન - crop policy
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ જિલ્લાના પડધરી ગામથી પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ કોંગી નેતા હાર્દિક પટેલે ખેડૂતલક્ષી આંદોલનની શરૂઆત કરી છે. ત્યારે ભાજપની ભગીની મનાતી સંસ્થા એવી ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતલક્ષી આંદોલનને ટેકો જાહેર કર્યો છેઆ સાથે જ તેમને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ જણાવ્યું હતું કે, પડધરી તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. બે વર્ષથી પડધરી તાલુકાના મોટાભાગના ખેડૂતોને પાક વીમા મળેલ નથી ગત વર્ષે પણ મગફળીનો વીમો ઝીરો ટકા મળ્યો હતો. જોકે સરકાર દ્વારા પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આમ વીમા કંપનીની બેધારી નીતિના કારણે ખેડૂતો પાયમાલ થયા છે.