ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો - gujaratrain
🎬 Watch Now: Feature Video
ભરૂચ : શહેર અને જિલ્લામાં ફરીએકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ભરૂચ શહેર અને જિલ્લામાં અંદાજે એક સપ્તાહના વિરામ બાદ ફરીએકવખત વરસાદી માહોલ જામ્યો છે.ભરૂચના અંકલેશ્વર વાલિયા ઝઘડીયા અને હાંસોટ પંથકમાં આજરોજ મેઘરાજાની શાહી સવારી આવી પહોચી હતીગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.