સાબરકાંઠામાં ફરી એકવાર મેઘરાજાનું આગમન, સ્થાનિકોને ગરમીમાં રાહત - સાબરકાંઠામાં વરસાદ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે બપોર બાદ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠામાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના વિજયનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતુ. જિલ્લામાં મોટા ભાગના ડેમ પાણીની આવક થઇ છે.