પાટણ પંથકમાં કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતામાં મુકાયો - Patan again monsoon
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેર સહિત પંથકમાં એકાએક વાતાવરણ પલટાયું હતું, ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. પાટણ જીલ્લાના ખેડૂતોની આ વર્ષે માઠી દશા બેઠી હોય તેમ ચોમાસુ જવાનું નામ લેતું નથી અવાર નવાર ડિપ્રેશન સિસ્ટમ કાર્યરત થતા ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડે છે. ખેડૂતોને સરકાર દ્વારા હજુ પાક નુકસાનની પૂરતી સહાય ચુકવાય નથી ત્યા ફરીથી ચોમાસુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કોઈ જગ્યાએ ધોધમાર તો કોંઈ જગ્યાએ વરસાદનું ઝાપટું પડતા વાતાવરણ ઠંડુંગાર થયું હતું.પાટણ સહિત જિલ્લાના રાધનપુર, ચાણસ્મા, હારીજ, સમી, સરસ્વતી અને સિદ્ધપુર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. વરસાદને કારણે જુવાર, તેલીબિયાં, વરિયાળી, જીરૂ સહિતના પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.