રેલ્વે પ્લેટફોર્મ ટિકિટની ખરીદીમાં ૯૦થી ૯૫ ટકાનો ઘટાડો - રેલ્વે પ્લેટફોર્મ ટિકિટમાં ઘટાડો
🎬 Watch Now: Feature Video
દાહોદઃ કોરોના વાયરસ મહામારીનો વ્યાપ વધતો રોકવા માટે રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશનો પર મુસાફરો સાથે આવતા પરિવારજનોની ટ્રેનના સમયે પ્લેટફોર્મ પર સંખ્યામાં ઘટાડો કરવા માટે પ્લેટફોર્મ ટિકિટના રૂપિયા 10 લેવાના બદલે રૂપિયા 50 નક્કી કરવામાં આવ્યા છે. આમ, રેલ્વે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં એકાએક 500 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે દાહોદ રેલ્વે સ્ટેશને દરરોજની સરેરાશ ૫૦૦ જેટલી પ્લેટફોર્મ ટિકિટ વેચાણ થતી હતી. આ વેચાણ થતી પ્લેટફોર્મ ટિકિટ ૫૦ રુપિયાના ભાવે મળતી હોવાના કારણે તેની ખરીદીમાં રોજિંદી દૈનિક આશરે ૯૦થી ૯૫ ટકાનો ઘટાડો નોંધાવા પામ્યો છે, પરંતુ દાહોદ રેલવે સ્ટેશનેથી મોટાભાગની લોકલ તેમજ મેમુ ટ્રેનો જતી હોવાના કારણે મુસાફરો સાથે આવેલા તેમના પરિવારજનો લોકલ ટ્રેનોની નજીકના સ્ટેશનોની રૂપિયા ૧૦ લાખની કિંમતની ટિકિટો ખરીદીને પ્લેટફોર્મ પર મુસાફરોને મુકવા જતા જોવા મળી રહ્યા હતા. તેમજ 50 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટને બદલે દસ રૂપિયાની નજીકના સ્ટેશનની લોકલ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ ટિકિટ માં રૂપિયા 40 બચાવી રહ્યા હોવાનું હોવાનું જાણવા મળ્યું છે.