Purnesh Modi Visit Vadodara: વડોદરા દુમાડ ચોકડી પાસે બનશે ઓવરબ્રિજ - ટ્રાફિકને લઈ સ્થળ મુલાકાત દ્વારા સમીક્ષા
🎬 Watch Now: Feature Video
વડોદરાની દુમાડ ચોકડી (Vadodara Dumad Chokdi) એક્સપ્રેસ વે જંકશન (Expressway junction)ખાતે ટ્રાફિક સમસ્યાને લઇ રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી ટ્રાફિકને લઈ સ્થળ મુલાકાત દ્વારા સમીક્ષા કરવામાં (Purnesh Modi Visit Vadodara) આવી હતી. દરમિયાન દુમાડ ચોકડી પર થતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા ઓવર બ્રિજ માટે પ્રોજેક્ટ બાબતે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આવેલ કંટ્રોલ રૂમ ખાતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાદમાં મંત્રી દ્વારા દુમાડ બ્રિજ નીચે પહોંચી આ અંગે વિવિધ સમસ્યાને અંગે માર્ગ મકાન અધિકારી, એક્સપ્રેસ ઓથોરિટીના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત દરમિયાન કઈ રીતે કાર્ય કરી શકાય અને આ સમસ્યાનું ઝડપથી કઈ રીતે નિરાકરણ આવે તે અંગે સમીક્ષા કરી હતી. સાથે જ ઓવરબ્રિજ બાબતે પ્રોજેક્ટના અધિકારીઓ સાથે કામ અંગે સમીક્ષા કરી હતી.
Last Updated : Dec 23, 2021, 1:28 PM IST