વડોદરાના દરજીપુરામાં ઉભરાતી ડ્રેનેજ સમસ્યાને લઈ આમ આદમી પાર્ટી સાથે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ : દરજીપુરાના વાલ્મિકી વાસ તથા રાઠોડ વાસમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા છે. વારંવારની રજુઆત પછી પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજે આમ આદમી પાર્ટીના અગ્રણી યોગેન્દ્ર પરમારની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરાઈ હતી. અત્રે, ઉલ્લેખનીય છે કે દરજીપુરા ગામમાં ઉદ્દભવેલી સમસ્યાની રજુઆત છેક ગાંધીનગર સુધી પહોંચી છે. તેમ છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવતા તંત્રના પાપે સ્થાનિક રહીશો નરકાગાર ભર્યું જીવન ગુજારવા મજબુર બન્યા છે. એક તરફ કોરોનાં મહામારી તો બીજી તરફ દરજીપુરામાં ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવા ભયના ઓથાર હેઠળ રહીશો જીવન ગુજારવા મજબુર બન્યા છે. આજ , સ્થાનિક લોકોએ " શું અમે દેશના નાગરિક નથી " તેવા પ્લેકાર્ડ સાથે ભારે સુત્રોચ્ચારો કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને જો વહેલી તકે દરજીપુરામાં સર્જાયેલી સમસ્યાઓનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પાલિકાની વડી કચેરીમાં તાળબંધી, ધરણાં સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી.