પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠકની પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો - રાણાકંડોરણા બેઠક
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લા પંચાયતની રાણા કંડોરણાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં કુલ 12,373 મતદારોમાંથી માત્ર 4,426 મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આશાબેન ભૂતિયાનો વિજય થયો હતો. આ બેઠક ઉપર બીજેપીના ઉમેદવાર આશાબેન ભૂતિયા 1400થી વધુ મત મેળવી વિજયી બન્યા હતા. રાણાકંડોરણાં બેઠક પર ભાજપનો વિજય થતા ખુશીનો માહોલ સર્જાયો હતો. આ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકમાં ભાજપે કુલ 16 બેઠક પર કબજો જમાવ્યો છે.