માંગરોળમાં જળ સંચય યોજના હેઠળ કુવા રીચાર્જ, ખેડૂતોની સરાહનીય કામગીરી, જૂઓ video
🎬 Watch Now: Feature Video
માંગરોળ: જૂનાગઢ જિલ્લામાં જળ સંચય યોજના હેઠળ માંગરોળમાં ખેડૂતોએ કુવા રીચાર્જ કરવામાં આવ્યા. માંગરોળ દરીયા કાંઠાનો તાલુકો છે, જેથી માંગરોળ શહેર તથા આસપાસના વિસ્તારોમાં કુવા તેમજ બોરમાં ખારા પાણી આવી ગયા છે. જેથી ખેતીમાં નાળેયેરીના બગીચા વધુ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ ખેડૂતોએ જળ સંચય કરી એટલે કે દરીયાનું ખારૂં પાણી જમીનમાં આગળ ન વઘે તેવા હેતુ સાથે કુવા રીચાર્જ કરવાનું શરૂ કરાયું છે. ચોમાસાનું પાણી પોતાના ખેતરો તેમજ વાયા વોકળામાં થઇને દરીયામાં વહી ન જાય જેથી કુવા રીચાર્જનું કામ ખેડૂતોએ કરાયું હતું. જેમાં સામતભાઇ જેઓ એક ખેડૂત છે તેઓએ પોતાના કુવામાં રીચાર્જ કરીને કુવો છલોછલ ભરીને સૌ કોઇને રીચાર્જની પ્રેરણા આપી છે. માંગરોળ તાલુકામાં વરસાદ ઓછો હોવાથી હજુ કુવાઓ ભરાયા નથી પરંતુ વરસાદના પાણીથી કુવા રીચાર્જ કરવાનું મહત્વ એ છે કે, દરીયાનું ખારા પાણીને પેટાળમાં અટકાવવા માટે કુવા રીચાર્જ કરવા જરૂરી છે. જયારે આવું પ્રેરણા દાયક કામ જો માંગરોળ તાલુકાના બઘા ખેડૂતો કરશે તો જરૂરથી દરીયાના ખારા પાણીને અટકાવી શકાશે.