ભરૂચ: લોકડાઉનના પગલે ગોલ્ડન બ્રીજમાંથી શહેરમાં કામ વગર પ્રવેશતા લોકોને પોલીસે અટકાવ્યા - latest news in Bharuch
🎬 Watch Now: Feature Video
ભરૂચ: નેશનલ લોકડાઉનના પગલે ગોલ્ડન બ્રીજમાંથી શહેરમાં કામ વગર પ્રવેશતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. આમ છતાં કેટલાક લોકો કામ વગર બહાર ભટકી રહ્યાં છે. ત્યારે હવે પોલીસ કડક બની છે. જેમાં ગોલ્ડન બ્રીજ પર અંકલેશ્વર છેડે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ વાહન ચાલકોને અટકાવી રહી છે, અને જરૂરી કારણ વગર જો શહેરમાં પ્રવેશતા હોય તો તેઓને પાછા વાળી રહી છે. પોલીસ લોકોના દસ્તાવેજો પણ ચકાસી રહી છે. જો કે, જરૂર લાગે તો જ તેઓને શહેરમાં પ્રવેશ આપી રહી છે.