thumbnail

પંચમહાલમાં લોકસભાની મતગણતરીને લઈને વહીવટીતંત્ર સજ્જ, જુઓ વીડિયો...

By

Published : May 22, 2019, 5:55 PM IST

પંચમહાલ: લોકસભા 2019ની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે પંચમહાલ લોકસભા 18 બેઠકની ચૂંટણીની મતગણતરી ગોધરા પાસે આવેલી છબનપુર સરકારી ઇજનેરી કોલેજ ખતે હાથ ધરવામાં આવશે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે મતગણતરી કેન્દ્ર ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ તમામ EVM મશીન ગોધરા પાસે આવેલી છબનપુર ઇજનેરી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામા આવ્યા હતા. સવારે મતગણતરી કેન્દ્રો ખાતે EVM મશીન ખોલવામાં આવશે અને મતગણતરી હાથ ધરવામાં આવશે. પંચમહાલ લોકસભામાં આવતી વિધાનસભા વિસ્તાર દીઠ મતગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પાર્કિંગ અને બેરીકેડ પણ ઉભા કરવામા આવ્યા છે. અહીં ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.