ગીરસોમનાથ: રોજગારીની માગ સાથે અંબુજા કંપની વિરુદ્ધ વડનગર ગામના લોકોએ કર્યા ધરણા - Vadnagar village
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ કોરોનાની મહામારી અને અતિવૃષ્ટિ વચ્ચે છેવાડાનો ખેડૂત પીસાઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના લોકો અંબુજા સિમેન્ટ ફેક્ટરી વિરુદ્ધ ધરણા પર બેઠા છે. તેઓનું કહેવું છે કે, કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી. ગ્રામ પંચાયતને એવો જવાબ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યા ખાલી નથી, પરંતુ કંપની દ્વારા અન્ય રાજ્યના મજૂરોને 90 જેટલી જગ્યા ઉપર ભરતી કરાયા હોવાની વાત સ્થાનિકોને મળતા તેઓ કંપની સામે ધરણા પર બેઠા છે, અને તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો કંપની દ્વારા યુવાનોની ભરતી નહીં કરવામાં આવે તો તેઓ આમરણાંત અનશન કરશે અને દેહ ત્યાગ પણ કરશે.