વડોદરામાં રાષ્ટ્રીય પક્ષી મોરને પહોંચી ગંભીર ઇજા - મોર
🎬 Watch Now: Feature Video
વડોદરા : ઉંડેરાની રીલાયન્સ ઈગ્લિશ મીડિયમ શાળાના સીક્યુરીટીએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી કે, શાળાના પ્રાંગણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મોર પડ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરીને ગણતરીના સમયમાં ટ્રસ્ટના સભ્યો ઘટનાસ્થળે પહોંચી જઈને મોરને સુરક્ષિત રીતે કબ્જે કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે ઉડતી વખતે તારની વાડમાં અથડાતા મોરને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચવાથી બ્રેન હેમરેજ થયું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી.