સુરતમાં યુપીના હાથરસની ઘટનાનો વિરોધ કરાયો
🎬 Watch Now: Feature Video
સુરત: યુપીના હાથરસની ઘટનાનો વિરોધ સુરતમાં જોવા મળ્યો છે. હાથરસ ઘટના વિરોધમાં દલિત સમાજ, યુથ કોંગ્રેસ અને યુ.પી સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો છે. પાંડેસરાનો મુખ્ય માર્ગ બંધ કરી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. જેમાં દુષ્કર્મીઓને તાત્કાલિક પકડી સજા કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે. તેમજ પીડિતાને જલ્દીથી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે. દુષ્કર્મીઓ, યુપી સરકાર અને યુપી સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. આ વિરોધને પગલે પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરનારા તમામની અટકાયત કરી હતી.