ગાંધી જયંતી નિમિતે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું - modasa news
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ સમગ્ર ભારતમાં ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં અગમ ફાઉન્ડેશન દ્વારા કુલ કિડઝ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોને સાથે રાખી મોડાસાના મુખ્યમાર્ગ ઉપર પ્લાસ્ટિક વીણીને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. શાળાના બાળકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે સુત્રોચ્ચાર કર્યા, તેમજ આ અંગેના પ્લે કાર્ડ સાથે રાખી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Last Updated : Oct 2, 2019, 1:49 PM IST