બોટાદમાં NSUIના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી - gujaratpolice
🎬 Watch Now: Feature Video
બોટાદ: NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલ અને કોલેજોની ફી માફીને લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા. બેફામ ફી ની ઉઘરાણી કરતા શાળા સંચાલકોની વિરુદ્ધ સ્કૂલની સત્ર ફી માફી અંગે બોટાદ જિલ્લાના NSUIના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પર બેઠા હતા. જેની બોટાદ પોલીસે અટકાયત કરી હતી. બોટાદ જિલ્લાના NSUIના પ્રમુખ રવિરાજ જેબલિયાએ જણાવ્યું હતુ કે, આ બાબતે સરકાર દ્વારા જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ બુધવારે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અંદાજે ૩૫ જેટલા કાર્યકર્તાઓએ ધરણા આંદોલન કર્યુ હતું.