જામનગરમાં NGOએ વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી, હેલ્મેટ મરજિયાતના કાયદાને આવકાર્યો - વાહનચાલકોને ગુલાબના ફૂલ
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્ય સરકાર દ્વારા RTOના નવા નિયમની અમલવારી કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ અને PUCનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે પછી જાહેરાત કરી હતી કે, શહેરી વિસ્તારોમાં હવે હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું છે. જે બાદ જામનગરમાં ગુરુવારે 12 વાગ્યે લાલ બગલા સર્કલ પાસે NGO દ્વારા રાહદારીઓને અને વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો. મહત્વનું છે કે, શહેરી વિસ્તારમાં વાહન ચાલકોની સ્પીડ 30 KMથી નીચે હોય છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા નહિવત હોય છે. આગાઉ પણ હેલમેટના કાયદાનો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો.