thumbnail

પારડી પ્રાંત અધિકારી અને NDRFની ટીમે લીધી કાંઠા વિસ્તારની મુલાકાત

By

Published : Nov 5, 2019, 8:06 PM IST

વલસાડઃ સમગ્ર રાજ્યમાં 'મહા' વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે, ત્યારે જિલ્લાના દરિયાકાંઠે 'મહા' વાવાઝોડાનું સંકટ છે. જેથી તકેદારીના ભાગરૂપે જિલ્લાના દરિયાકાંઠે આવેલા ગામોમાં પારડી નજીક ઉમરસાડી ગામે મંગળવારે પ્રાંત અધિકારી તેમજ NDRFની ટીમે મોકડ્રિલનું આયોજન કર્યું હતું. જે ગામમાં વાવાઝોડું આવે તે સમયે કેવા પગલા ભરવા તે અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી. આ તકે પારડી પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ અને પોલીસ વિભાગ સહિત NDRFના સભ્યોએ કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત કરીને સૂચનો આપવામાં આવ્યા હતાં. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જેવી બાબતે સતર્ક કર્યા હતા અને ગર્ભવતી મહિલાઓને પારડી CHC ખસેડવા માટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત વાવાઝોડા સમયે ખાસ કરીને બાળકોને યોગ્ય માહિતી આપીને તાકીદે રાહત સ્થળે પહોંચવા જણાવ્યું હતું. અહીં મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી ઉમરસાડી માછીવાડ ખાતે રહેતા 100થી વધુ માછીમારોની બોટ કિનારે લાંગરેલી હાલતમાં છે, જેથી માછીમારોને મોટું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.