અમદાવાદમાં RAFની ટીમ પહોંચી મોટેરા, સ્ટેડિયમનું કર્યું નિરીક્ષણ - પોલીસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : મોટેરા સ્ટેડિયમમાં આગામી 24મી ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવવાનો છે, ત્યારે આ કાર્યક્રમમાં 1.10 લાખ લોકો ભાગ લેશે અને તેમને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંબોધશે, ત્યારે સ્ટેડિયમ પર આજે RAFની ટિમ પહોંચી છે અને સ્ટેડિયમનો મોર્ચો સંભળ્યો હતો. ઉલ્લેખનિય છે કે મોટેરા સ્ટેડિયમમાં અગાઉ સ્થાનિક પોલીસ બાદ SPG અને સિકરેટ સર્વિસીસે કબ્જો મેળવ્યો હતો, ત્યારે આજે રેપીડ એક્શન ફોર્સ પણ પહોંચી હતી અને સ્ટેડિયમના વિવિધ ભાગો પર નિરીક્ષણ કરીને સ્ટેડિયમની અંદર અને બહાર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ફોર્સ મોટા ભાગે બહુ મોટા બંદોબસ્ત અને કોમી રમખાણો જેવી સ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે વિશ્વના સૌથી મોટી મહાસતાના પ્રમુખ આવી રહ્યા છે, ત્યારે તેમના બંદોબસ્ત માટે આ ટિમ આજે સ્ટેડિયમ પહોંચી હતી અને બંદોબસ્તમાં જોડાઈ હતી.