મોરબીની વાજા શેરીમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં - નહેરુ ગેઇટ વિસ્તાર
🎬 Watch Now: Feature Video
મોરબીઃ શહેરમાં કોરોના કહેર વધી રહ્યો છે અને સતત કેસમાં વધારો થાય છે. ગુરુવારે એક જ દિવસમાં બે કોરોના કેસ નોંધાયા બાદ શનિવારના રોજ વધુ એક કેસ નોંધાયો છે. જેમાં નહેરુ ગેટ વિસ્તારના રહેવાસી 48 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શુક્રવારના રોજ મોરબીના નહેરુ ગેઇટ વિસ્તારના વાજા વાળી શેરીના રહેવાસી 48 વર્ષના પુરુષનું સેમ્પલ લેવાયું હતું. જેનો રીપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે અને મોરબી જિલ્લામાં કોરોનાનો 17મો કેસ નોંધાયો છે. જૂન માસમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. કોરોના પોઝિટિવ દર્દીના વિસ્તારમાં સેનેટાઈઝ તેમજ કન્ટેનમેન્ટ ઝોન સહિતની કાર્યવાહી કરવા તંત્રએ તજવીજ હાથ ધરી છે.