પાટણઃ ભુતિયા વાસણા ગામના મહિલા તલાટી રૂપિયા 51 હજારની લાંચ લેતા ઝડપાયા - Bhutia Vasana village
🎬 Watch Now: Feature Video
પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભુતિયા વાસણા ગામના લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાણાંકીય સહાય મેળવવા ફોમ ભર્યા હતા, જેની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર થઇ હતી. પરંતુ મહિલા તલાટી કમ મંત્રી દિપાલી પટેલ દ્વારા ઠરાવ કરવામાં આવતો ન હતો, જેથી એક જાગૃત નાગરિકે લાભાર્થીઓના હિતમાં ઠરાવ કરવા તલાટી કમ મંત્રીને રજૂઆત કરતા એક ફોર્મ દીઠ ત્રણ હજાર લેખે 42 લાભાર્થીઓના રૂપિયા એક લાખ 26 હજારની માગણી કરી હતી. તે પેટે પ્રથમ રૂપિયા 51,000 આપવાનું જણાવ્યું હતું. જે અંગે એક જાગૃત નાગરિકે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા તલાટી રૂપિયા 51 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. જેથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.