બોટાદ વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભકતોની ભીડ જામી - મહાશિવરાત્રીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
બોટાદઃ જિલ્લાના સાળંગપુર રોડ ઉપર સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર આવેલા મંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહા આરતી .લઘુરુદ્ર યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિરે લોકોની ખૂબ ભીડ જામી હતી અને આરતી તથા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં આશરે 16ફૂટ ઊંચાઈ વાળી અને 8 ફૂટ જાડાઈની શિવલિંગ છે. જે શિવલિંગ સ્વયંભૂ નીકળેલું હોવાથી આ મંદિરનું નામ સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે.