ગીરસોમનાથ: બીસ્માર હાઇવેથી ત્રસ્ત સ્થાનિકોએ જેતપુર સોમનાથ હાઇવે કર્યો ચક્કાજામ - ગુજરાત સરકારનો આજે વિરોધ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લામાં સોમનાથ સાસણ અને દીવને રાજ્ય સાથે જોડતા સોમનાથ જેતપુર હાઈવેની હાલત ચોમાસાની શરૂઆતથી જ બિસ્માર થઇ હતી ત્યારે સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ હાઈવે પર યોગ્ય સમારકામ ન કરાતા શુક્રવારે સાંજે સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કરી અને હોબાળો બોલાવ્યો હતો. સોમનાથથી આખા રાજ્યને જોડતા ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મહત્વનો માર્ગ સોમનાથ જેતપુર હાઈવે ચોમાસાને કારણે બિસમાર થયો હતો ત્યારે વરસાદ પૂરો થયાને 20 દિવસ વીતી જવા છતાં હાઈવે પર કોઈ સમારકામ શરૂ ન કરાતા સ્થાનિકોએ હોબાળો બોલાવ્યો હતો, સ્થાનિકોનો આરોપ હતો કે નેશનલ હાઇવે ઓથોરિટીના બિસ્માર હાઈવેને કારણે વાહનોમાં ખર્ચો થઈ રહ્યો છે અને અકસ્માતનો પણ ભય વધ્યો છે. ત્યારે સ્થાનિકોની જીદ છે કે, જ્યાં સુધી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી કામ શરૂ કરવાની બાંહેધરી ન આપે ત્યાં સુધી રસ્તો શરૂ નહીં થવા દે.