ભવનાથમાં સિંહના આંટાફેરા ભાવિકો અને આશ્રમમાં રહેતા સંતોમાં ભયનો માહોલ - શિવરાત્રી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : ગત રાત્રીના સમયે ભવનાથની તળેટીમાં ભારતી આશ્રમ નજીક સિંહે એક ગાયનું મારણ કરતા ભાવિકોની સાથે આશ્રમમાં રહેતા સંતોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. છેલ્લા કેટલાંક સમયથી ગિરી તળેટીમાં રાત્રીના સમયે સિંહ આંટાફેરા મારી રહયા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની રહયા છે. શિવરાત્રી પહેલા પણ સિંહનો એક પરિવાર ભારતી આશ્રમ નજીક આવીને આખી રાત રોડ પર વિતાવી હતી. ત્યારબાદ ફરી એક વખત નર સિંહે આશ્રમ નજીક ગાયનું મારણ કર્યું હતું.