અમરેલીમાં ખાંભાના રેહણાંક વિસ્તારમાં 8 સાવજોએ બળદનું મારણ કર્યું - રેવન્યુ વિસ્તાર
🎬 Watch Now: Feature Video
અમરેલી: જિલ્લાના ખાંભાના રેહણાંક વિસ્તારમાં સિંહો આવતા હોય છે, ત્યારે ખાંભાના ભાવરડી ગામના ખેડૂત ગભરુભાઈ મોભની વાડીમાં કપાસના પાકમાં 8 સિંહો આવી ચડ્યા હતાં. ભાગ્યે જ દિવસે શિકાર કરતા સિંહોએ વાડીમાં બાંધેલા બે બળદ પર હુમલો કર્યો હતો અને જેમાં એક બળદ નાસી છૂટ્યો હતો અને એક બળદનો સિંહોએ સ્થળ પર જ શિકાર કરી મારણ કર્યું હતું. ખેડૂત ગભરુભાઈ દ્વારા વન વિભાગને જાણ કરાતા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પરંતુ, ખાંભા તેમજ આસપાસના ખેડૂતો અને માલધારી દ્વારા પોતાના કિંમતી પશુ જેવા કે ગાય, ભેંસને સિંહો દ્વારા મારી નાખવા છતાં સિંહોને કોઈ જાતની પરેશાની કે ખલેલ પહોંચાડવામાં આવતી નથી અને હંમેશા ગીરના માલધારી અને ખેડૂતો સિંહોની કાળજી રાખતા જોવા મળે છે. તેવો વધુ એક કિસ્સો ઉમેરાયો હતો.