Launching of natural farming logo: ગાંધીનગરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરતા અમિત શાહ - ગૃહપ્રધાને પ્રાકૃતિક ખેતી બાબતે માર્ગદર્શન આપ્યું
🎬 Watch Now: Feature Video
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા મત વિસ્તારમાં 1000 ખેડૂતો સાથે સેમિનાર યોજ્યો હતો. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન (Encourage farmers to engage in natural farming )અપાયું હતું. રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાનના મત વિસ્તારના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ જોડાણમાં ગૃહપ્રધાને પ્રાકૃતિક ખેતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવું આયોજન સરકાર કરશે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીના લોગોનું લોન્ચિંગ(Launching of natural farming logo ) કરવામાં આવ્યું છે. અગાઉ જ સરકાર ડાંગને પ્રાકૃતિક ખેતી(Dang district declared as natural farming ) જિલ્લા તરીકે જાહેર કરી ચુકી છે. ખેડુતો સાથેના આ સંવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિપ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહયા હતા.