લતાજી કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે: ભીખુદાન ગઢવી
🎬 Watch Now: Feature Video
ભારત રત્ન અને સંગીતની દુનિયાના સરતાજ લતા મંગેશકરનું અવસાન (Lata Mangeshkar Passed Away) થતા સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સંગીતની સાધના થકી લતા મંગેશકર ભારત રત્ન (Bharat ratna lata mangeshkar) સુધી પહોંચી ગયા. સંગીતની દુનિયાનુ રત્ન સમાન લતાજી આજે 22 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા. સંદેશા પ્રાપ્ત થતાં જ સમગ્ર સંગીતની સાથે કલાકાર અને સાહિત્ય જગત ઘેરા શોકમાં ડૂબી ગયુ અને લતાજીના અવસાનથી સંગીત ક્ષેત્રની સાથે સમગ્ર દુનિયાને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લતાજી (Bhukhudan gadhvi tribute lataji) કાયમ માટે આપણી વચ્ચે સ્વર, સૂર અને સંગીતના સ્વરૂપમાં જીવંત રહેશે તેવી લાગણી પ્રગટ કરીને લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.