સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે
🎬 Watch Now: Feature Video
નર્મદા: ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આગામી 30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી રોજ 15,000 ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. જેમાં હાલ વધારો કરી 20 હજાર ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે.
જો કે આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2,000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.અને ઉપરવાસ અહીં પણ આજે પણ 8 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30મી જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામાં સરદાર સરોવર પ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના 20 જિલ્લાઓમાં 35 જળાશયો, 1,200 જેટલા ગામ તળાવ અને 1,000થી વધુ ચેકડેમો હાલમાં 453 અબજ લિટર પાણીથી ભરાઈ રહ્યા છે. જેનાથી આવનારા દિવસોમાં ખેડૂતોને રાહત થશે.