ખેડાની શેઢી નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત - બે યુવાનોના મોત
🎬 Watch Now: Feature Video
ખેડાઃ શેઢી નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ખેડા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. માતર પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખેડા નજીક આવેલી શેઢી નદીમાં બપોર બાદ બે યુવાનો ન્હાવા ગયા હતા. જ્યાં બંને નદીના પાણીમાં ડૂબી ગયા હતા. નદીમાં યુવાનો ડૂબ્યા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ખેડા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા શોધખોળ હાથ ધરી સ્થાનિકોની મદદથી મૃતદેહોને નદીની બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના મામલે માતર પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માતર હોસ્પિટલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ મૃતક કાનજીભાઈ રાવલ અને પ્રવીણભાઈ રાવલ નામના યુવાનો હરિયાળા અને ખેડા કેમ્પ પાસેના રહીશ હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.