કમલેશ તિવારી હત્યાકાંડઃ બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે - latest update in kamlesh tiwari case

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2019, 12:06 PM IST

અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં થયેલી કમલેશ તિવારી હત્યા કેસમાં ફરાર આરોપી અશફાક હુસૈન અને મોઇનુદ્દીનની ધરપકડ કરવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. ATSની ટીમે શામળાજી નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરાયા બાદ બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપાશે. આરોપી અશફાક હુસેન અને મોઇનુદ્દીન પઠાણ ને કોર્ટમાં રજૂ કરાશે. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતાં અને પૈસા ખૂટી જતાં ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જેની માટે તેઓ સુરત જવા નીકળતાં હતા. તે દરમિયાન ATSની ટીમે શામળાજીથી પાસેથી આરોપીને ઝડપી લીધાં હતાં. કમલેશ તિવારી હત્યાકાંડમાં ATSએ અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે, હત્યાના મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન અને મોઇનુદ્દીન અહેમદ નેપાળ તરફ ગયા હતા. યુપી પોલીસે બંને આરોપીની જાણકારી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી. હાલ, બંને આરોપીને ઝડપી ATSએ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.