જેતપુરમાં ધોધમાર વરસાદ પડ્તાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - Gondal Highway
🎬 Watch Now: Feature Video
રાજકોટ : સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લામાં સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંય ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત ધોરાજી - ઉપલેટા - જસદણ આટકોટ અને ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેતપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ રાત્રીના સમયે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેતપુર ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદને લઈને હાઇવે પર વાહનો થંભી ગયા હતા. જ્યારે ભારે વરસાદને લઈને નવાગઢના સરદારપુર દરવાજા પાસે નીચાણવાળા રહેણાંક વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઇ જતા લોકો બહાર દોડી આવ્યા હતા.