પોરબંદરમાં સ્વયંભુ પ્રગટ જડેશ્વર મહાદેવના કરો દર્શન - પોરબંદર
🎬 Watch Now: Feature Video
પોરબંદર: પોરબંદરમાં પૌરાણિક જડેશ્વર મંદિરમાં સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયેલ છે. શ્રાવણ માસ સહિત શિવરાત્રી દરમિયાન શિવલિંગ અને જડેશ્વર મંદિરને ભક્તો વિશેષ રીતે શણગારે છે. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. જડેશ્વર મંદિરના પૂજારી આનંદ મનહરભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર, મંદિરમાં પ્રાતઃકાળે અને સંધ્યા સમયે આરતી થાય છે. જ્યારે શ્રાવણ માસમાં સોમવારે તથા શિવરાત્રીના દિવસે રાત્રે મહા આરતીનું આયોજન થાય છે. જેમાં જ્યોતિર્લિંગ દર્શન, રુદ્રાક્ષ દર્શન, પારધી પ્રસંગ, અમરનાથ દર્શન, બિલીપત્ર દર્શન, સહિત અને ભક્તો દ્વારા મહાપ્રસાદ અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાથે ધૂન-ભજનના કાર્યક્રમો સહિત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.