ખેડાની ઠાસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની ભૂખ હળતાળ - ઠાસરા નગરપાલિકા
🎬 Watch Now: Feature Video
ખેડા : ઠાસરા નગરપાલિકામાં 52 જેટલા સફાઈ કામદારો કામગીરી બજાવે છે. આ સફાઈ કામદારોએ શોષણ કરવામાં આવતું હોવાનો તેમજ 3 મહિના સુધી મફ્તમાં કામગીરી કરવા ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા છે. જેથી સફાઇ કર્મચારીઓએ નિવૃત્ત અને મૃત્યુ પામેલા સફાઈ કામદારો સહિતના કામદારોને ઈપીએફ, લઘુત્તમ વેતનનો અમલ, વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા, સફાઈ કામદારોને કીટ તથા પોલીસી-વિમો આપવા, કામદારોની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સોસાયટી બનાવવા, વારસાગત નોકરી આપવા તેમજ કામદારોને નિયમિત માસિક પગાર આપવા સહિતની વિવિધ માગ સાથે અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કર્યા છે.