કડી માર્કેટમાં ડાંગરની મબલખ આવક નોંધાઇ, 400 સુધીના ભાવ બોલાયા
🎬 Watch Now: Feature Video
ઉત્તર ગુજરાતમાં ડાંગરના વાવેતર અને ઉત્પાદન માટે જાણીતા મહેસાણા જિલ્લાના (Mehsana District) કડી તાલુકામાં ચાલુ સીઝનમાં દિવાળી બાદ માર્કેટયાર્ડ શરૂ થતાની સાથે જ ડાંગરના પાકોની આવક શરૂ થઈ છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં કડી માર્કેટયાર્ડમાં (kadi Marketyard) અંદાજે 40 હજારથી વધુ બોરી ડાંગરની આવક નોંધાઇ છે. કડીને ડાંગરના વાવેતર અને ઉત્પાદનનું પીઠું માનવામાં આવે છે. એક જ દિવસની આવક 9000 બોરી નોંધાઇ છે. આમ કડી માર્કેટયાર્ડમાં ડાંગરની મબલખ આવક સામે ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે ડાંગરના 280 થી 400 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જેને પગલે બહારના સેન્ટરો પરના ખેડૂતો સારા ભાવ મળવાની આશાએ કડી માર્કેટયાર્ડમાં આવી ડાંગરનો પાક વેચી રહ્યા છે.