દમણમાં ABVPએ રેલી યોજી આરોપીઓને ફાંસી આપવા માગ કરી - દમણમાં ABVPએ રેલી યોજી
🎬 Watch Now: Feature Video
દમણ: હૈદરાબાદમાં મહિલા પશુ ડૉકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં દેશમાં ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દમણમાં પણ ABVPએ કોલેજના યુવાનો સાથે રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરોપીઓને ફાંસી આપવાની માગ કરી હતી. દમણમાં પોલીટેક્નિક કોલેજ અને સરકારી કોલેજના વિદ્યાર્થીઓ સાથે દમણ ABVPના કાર્યકરોએ એક રેલીનું આયોજન કર્યું હતું. કોલેજીયન યુવક-યુવતીઓએ રેલી સ્વરૂપે મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મશાલ ચોક ખાતે મૃતક તબીબ યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આરોપીઓને ફાંસી આપવાની માગ કરી હતી.