કચ્છમાં 'મહા' વાવાઝોડાની અસર, અનેક ગામોમાં વરસાદી ઝાપટા - Kutch Weather Department News
🎬 Watch Now: Feature Video
કચ્છઃ 'મહા' વાવાઝોડાની અસર તળે બપોર બાદ કચ્છના અનેક ગામો અને શહેરોમાં વરસાદ પડયો છે. આ વર્ષે વરસાદને પગલે હરખાયેલા ખેડુતો માટે આ કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી પડતા ભારે નુકશાન થયું છે. કચ્છના રસલીયા, કોઠાર પંથકમાં બપોર બાદ ઝાપટાથી ધોધમાર વરસાદના સમાચાર મળ્યા હતાં. જેને લઇને અનેક ગામોમાં પાણી પાણી થઈ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હજુ 'કયાર' વાવાઝોડાનો વરસાદનો રાઉન્ડ પુર્ણ થયા બાદ હવે ફરી 'મહા' વાવાઝોડાની અસર વર્તાતા થોડી આશા પણ આ કમોસમી વરસાદમાં ધોવાઈ ગઈ છે. સમગ્ર પંથકમાં ભારે પવન, ઝાપટા અને ધોધમાર વરસાદ પડયો હતો.