જામનગરમાં મોરારીબાપુની રામકથામાં ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી - ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં ચોથા દિવસે મોરારીબાપુએ ક્ષમા અંગે વાત કરતા જણાવ્યું કે, ક્ષમા, શ્રદ્ધાએ સાધુતાનું પિયરીયું છે. ગર્વ મુક્ત જ્ઞાન દુર્લભ ચિંતામણી છે. જગતગુરુ શકરાચાર્ય કહે છે તેની ચોપાઈઓ સાથે મોરારીબાપુએ કહ્યું કે, પૈસા ખૂબ કમાઓ, ભારતની સંસ્કૃતિ પ્રમાણે કમાણી સદકાર્યોમાં વહેંચવી જોઈએ. વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ કહ્યું હતું કે, કમાણીનો 10મો ભાગ પરમાર્થે વાપરવા આગ્રહ કર્યો છે. રામકથાના ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જૂનાગઢના ભારથી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ, હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા, સંતરામ મંદિરના સંતો વાલ્મિકી સમાજના ધર્મ ગુરુ, પરસોતમભાઈ સહિતના આગ્રણીઓ કથામાં ઉપસ્થિત રહ્યાં હતાં.