તરછોડી દીધેલા બાળકના માતાપિતાને શોધવા પોલીસ કામે લાગી, ગૃહપ્રધાન પણ હોસ્પિટલ પહોંચ્યા - CCTV ફૂટેજની ચકાસણી
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : રાજ્યમાં અનેક વખત બાળકો ઉપાડી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે તેનાથી વિપરીત અને હંયુ કંપાવી નાખે તેવી ઘટના ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં બની છે. આ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે કોઈ અજાણ્યુ વ્યક્તિ એક દોઢ વર્ષના નાના બાળકને રાતના અંધારામાં છોડી જતા ચકચાર મચી ગઈ છે. આ બાદ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે 100થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગ્યા છે. જેમાં 7 મહિલા પોલીસની ટિમ, 70 થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ તેમજ ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.