કેન્દ્રીય ગૃહપ્રધાને માણસામાં પરિવાર સાથે કુળદેવીના દર્શન કર્યા - અમિત શાહનો ગુજરાત પ્રવાસ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન બીજા નોરતે પોતાના વતન માણસામાં કુળદેવીના દર્શન કરવા પહોંચ્યા હતા. એક કલાક સુધી વરસતા વરસાદમાં માતાજીની આરતી ચાલી હતી. સાથે ગૃહપ્રધાનના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી પણ જોવા મળ્યા હતા. દર વર્ષે નવરાત્રી દરમિયાન એક દિવસ કુળદેવીના દર્શન કરવા માટે જાય છે. નવલી નવરાત ચાલી રહી છે, આદ્યશક્તિ આરાધનાનું પર્વ એટલે નવરાત્રી નવ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના સાંસદ અમિત શાહ બીજા નોરતે માદરે વતન માણસામાં પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની, પુત્ર જય, પુત્રવધુ અને પૌત્રી પણ જોવા મળ્યા હતા. નવરાત્રી દરમિયાન બીજના દિવસે કે આઠમના દિવસે અમિત શાહ પોતાના પરિવાર સાથે દર્શન કરવાની પરંપરા છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી જાળવી રાખી છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ રૂપાલ ગામના વરદાયની માતાજીના આશીર્વાદ લીધા હતા.