મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત, ડેમી-2 અને ડેમી-3 ના દરવાજા ખોલાયા - gujarati news
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં સતત વરસતા વરસાદને પગલે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. આજે મોરબીમાં 47 મીમી, ટંકારામાં 82 મીમી, માળિયામાં 9 મીમી, વાંકાનેર 35 મીમી અને હળવદમાં 15 મીમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને પગલે મોરબી જિલ્લાના ડેમી-2 ના 7 દરવાજા 4 ફૂટ અને ડેમી-3 ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. જેથી તંત્ર દ્વારા નીચાણવાળા ગામો નસીતપર, કોયલી, આમરણ, ધૂળકોટ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.