જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં ભારે વરસાદના કારણે એક રહેણાંક મકાન ઘરાશાયી, પરિવાર ઘરવિહોણો - news in Maliya hatina
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : માળીયા હાટીના પંથકમાં સતત ત્રણ ચાર દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે માળીયા હાટીનાના અમરાપુર ગામે એક ગરીબ પરીવારનું કાચું રહેણાંક મકાન ઘરાશાયી થયું હતું.આ મકાન પડી જતાં પરિવાર ઘરવિહોણા બન્યો હતો. જેમાં સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર નથી. ત્યારે એક બાજુ સરકાર ગરીબોને મકાન સહાય આપીને રહેવા માટે મકાન બનાવી આપે છે. પરંતુ આ માત્ર કાગળો ઉપરની જ વાતો હોય તેવી શંકા સેવાઇ રહી છે. કારણ કે, હજુ પણ ગામડામાં જયાં જુઓ ત્યાં કાચા મકાનોમાં લોકો વસવાટ કરતા જોવા મળે છે. જેથી આ મકાન સહાય માત્ર કાગળો ઉપર થતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઇ આવે છે.