ખેડાના મહુધામાં 9 ઇંચ વરસાદથી શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં
🎬 Watch Now: Feature Video
ખેડા: જીલ્લામાં મધરાતથી હળવા વરસાદ પછી બપોર બાદ ભારે વરસાદ થયો હતો. જીલ્લામાં બપોરે 2 વાગ્યા સુધી નડિયાદમાં 5 ઇંચ, કઠલલમાં 5 ઇંચ, ગળતેશ્વરમાં 2 ઇંચ, ઠાસરામાં 2 ઇંચ તેમજ મહુધામાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈ મહુધા શહેરમાં પાણી ભરાયા હતા. તેમજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. તો ભારે વરસાદના પગલે કાચા મકાનો પડવાની પણ બે ઘટનાઓ બનવા પામી હતી. મહુધા તાલુકાના મેમદાવાદના મુવાડા ગામના 150 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. ભારે વરસાદની પરિસ્થિતિમાં સંભવિત બચાવ રાહત કામગીરી માટે NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા સતત પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં મધરાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ખેડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 8 અને 9 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Last Updated : Aug 10, 2019, 12:55 PM IST