સાબરકાંઠાના હરસોલમાં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ - પુલવામા શહીદ થયેલા સૈનિકો
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: હરસોલ ખાતે નિવૃત આર્મી જવાનોએ પુલવામામાં શહીદોને શ્રદ્ધાજલી આપવા માટે શહીદોની યાદમાં એક કેંડેલ લાઈટ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં એક્સ આર્મીમેન જોડાયા હતા. એક વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા 44થી વધારે ભારતીય લશ્કરના જવાનો બોંબ બ્લાસ્ટના પગલે શહીદ થયા હતા, જોકે ત્યાર બાદ છેલ્લા એક વર્ષથી આતંકવાદી ગતિવિધિઓ સામે સૈન્ય દ્વારા ટોસ પગલાં લેવાની શરૂઆત કરાઇ છે, તેમજ આતંકવાદીઓને પણ હવે ફાયર ટુ ફિનિશ કરવામાં આવી રહ્યા છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં શનિવારના રોજ સ્થાનિકો સહીત નિવૃત્ત લશ્કરના જવાનો દ્વારા પુલવામાં એટેકના તમામ શહીદોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ વિવિધ નારેબાજી કરી સૈનિકોના કામકાજને બિરદાવવામાં આવી હતી. જો કે, આગામી સમયમાં શનિવારના રોજ અપાયેલી શ્રદ્ધાંજલિ થકી સૈન્ય પર ભારતીય લોકોનો કેટલો ભરોસો યથાવત રહી છે તો સમય બતાવશે.