જામનગરમાં લોકડાઉન 0.4નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ - Ground Zero Report of Lockdown 0.4 in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા 52 થઈ છે. ત્યારે જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને પડકારો વિશે વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ખાસ કરીને બહારથી આવતા લોકોમાં પોઝિટિવ કેસ વધુ જોવા મળી રહ્યાં છે. જ્યારે જામનગરમાં સ્થાનિક સંક્રમિત એક જ કેસ નોંધાયો છે. તેમજ જિલ્લામાં ખાસ કરીને બ્રાસ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા પરપ્રાંતિયો પોતાના વતનમાં ચાલ્યા જતાં હાલ માઠી અસર જોવા મળી રહી છે.