સૌરાષ્ટ્રના દરેક ગામડાંને નર્મદાનું પાણી આપવા સરકાર કટિબદ્ધઃ રૂપાણી - gujaratinews
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટના પ્રવાસે છે, ત્યારે તેમણે રાજકોટના અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે જ કેટલાક વિકાસના કાર્યોનું CM રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. જેને લઈને CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ગામોને આપવા સરકાર કટિબદ્ધ છે. જો પાણી ન હોત તો સૌરાષ્ટ્ર ક્ચ્છની પરિસ્થિતિ કફોડી હોત, જેને લઈને નર્મદાનું પાણી ગામડાઓમાં આપવામાં આવશે.