વલસાડ ભાજપ દ્ગારા નીકળી ગાંધી સંકલ્પ પદયાત્રા - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
વલસાડ : 150 મી ગાંધી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે વલસાડના છરવાડા થી વલસાડ ગાંધી સ્મારક સુધી જિલ્લા ભાજપ દ્વારા પદયાત્રા નીકળી હતી. આ યાત્રામાં સ્વરછ ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 150 કિમીની પદયાત્રાનું આયોજન કરાયું હતું. 'ગાંધીજી અમર રહો' ના નારા લગાવી ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય, વલસાડ, પારડી, ધરમપુર પાલિકાના માજી પ્રમુખ સહિત અનેક ભાજપ અગ્રણીઓ જોડાયા હતા.